મંદિર વિશે

જુના મંદિર ની સ્થાપના થયા બાદ દોઢ બે વર્ષે પૂ. બાપુજી કેટલાક ભક્તો સાથે પાવાગઢ ગયા હતા. પાવાગઢ માતાજી ના દર્શન કરતી વખતે બાપુ ભાવાવેશ માં આવી ગયા. સમાધિ લાગી. બાહ્ય ભાન ભૂલી ગયા. સામે સાક્ષાત માતાજી ઉભા હતા. બાપુજી માતાજી સાથે વાતો કરતા હતા. માતાજી એ સ્પષ્ઠ આદેશ આપ્યો કે "આશ્રમ માં મારી ખોટ છે." મારા કેટલાક ભક્તો ને છેક અંબાજી સુધી જવું પડે છે. મારી ઈચ્છા આશ્રમ આવાની છે." હાજર રહેલા ભક્તો ને બાપુએ કૈક બોલતા જોયા. અડધો કલાક સુધી બાપુ ની આવી સ્થિતિ રહી. ભક્તો ને લાગ્યું કે બાપુ પુરા ભાનમાં નથી. એટલે તેઓ બાપુજી ને ઉતારા પર લઇ ગયા. ૩ થી ૪ કલાક પછી બાપુ પુરા સ્વસ્થ થયા પછી તેઓ ભક્તો સાથે આશ્રમ પાછા આવ્યા.

બે ત્રણ વર્ષ બાદ શ્વેત વસ્ત્રધારી દૈદીપ્યમાન દેવી ના આદેશ અનુસાર નારાયણ બાપુ માટે જૂની ગુફા ના સ્થાને નિવાસ સ્થાન બંધાઈ ગયું છે. નારાયણ બાપુએ તેમાં નિવાસ કર્યો. ૨૦૧૪ ના અષાઢ વદ ત્રીજ થી ચાર માસ માટે બાપુ એ મૌન વ્રત ધારણ કર્યું. એક દિવસ અર્ધ જાગ્રત અવસ્થામાં જે દેવી ના દર્શન આ અગાઉ બે વાર થયા હતા એજ દેવી ના દર્શન થયા. દેવીએ આદેશ આપ્યો કે " ત્રણ વર્ષ પેહલા મેં તને કહ્યું હતું કે "મારી ઈચ્છા અહિયાં આવાની છે પણ તું એને વિસરી ગયો લાગે છે. હવે વધુ વિલંબ ના કર, જલ્દી કર."

બે ત્રણ અઠવાડિયા થયા હશે, એવામાં બોડેલી વાળા શાંતિલાલ શેઠ અને તેમના પત્નિ પૂ. બાપુના દર્શન કરવા આવ્યા. તેઓએ સારું કરેલું ધર્માંસલા નું કાર્ય લઘ્ભાગ પૂરુંબે ત્રણ અઠવાડિયા થયા હશે, એવામાં બોડેલી વાળા શાંતિલાલ શેઠ અને તેમના પત્નિ પૂ. બાપુના દર્શન કરવા આવ્યા. તેઓએ સરું કરેલું ધર્મશાળા નું કાર્ય લગભગ પૂરું થઇ ગયું હતું. ઈશ્વર ની પ્રેરણા અનુસાર લગભગ ૩૫ થી ૪૦ હજાર રૂપિયા જેટલું ખર્ચ ધર્મશાળા પાછળ થયું હતું. હજી થોડી ઘણી રકમ ખર્ચવાની તેમની ઈચ્છા અંબાજીમાં હતી. પરંતુ એ બંને પતિ પત્નિ ને એવી પ્રેરણા થઇ કે અંબાજી માં બાકી ની રકમ ખર્ચવા કરતા અહી આશ્રમ માં માતાજી ની ખોટ વર્તાય છે તો તેટલી રકમ અહીજ ખર્ચી ને અહીજ મંદિર બંધાવ્યું હોય તો? તેઓ એ વિચાર્યું કે આ પ્રસ્તાવ પૂ. બાપુજી સમક્ષ મુકવો અને અંબા માતાનું મંદિર બનાવાનો સેવાનો લાભ પોતાને મળે તે માટે વિનંતી કરવી.

આવી ભૂમિકા સાથે પૂ. બાપુ ના દર્શન કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી તેઓ પૂજ્ય બાપુજી પાસે બેઠા હતા. પૂ. બાપુજી ને મૌન હતું. બાપુએ સ્લેટ માં લખ્યું કે "અંબાજી ની અહી પધારવાની તીવ્ર ઈચ્છા છે." બાપુ પાસે બેઠેલા એક ભક્તે આ લખાણ શેઠ ને વાંચી સંભળાવ્યું. પોતાના મનની વાત પૂ. બાપુએ સામેથી દર્શાવી એટલે શેઠ ગદગદિત થઇ ગયા. ફરીથી બાપુને પ્રણામ કરી બે હાથ જોડી બોલ્યા "માતાજી નું મંદિર બંધાવાની સેવાનો લાભ અમનેજ આપવાની કૃપા કરશો. અમે એજ વાત કરવા અહી આવ્યા છીએ. " પૂ. બાપુ એ સ્લેટ માં લખ્યું "તમારા મનની વાત જ મેં સ્લેટ માં લખી છે. માતાજી ની આપના પર કૃપા છે તેનો લાભ આપણેજ મળશે." પોતાની વિનંતી સહજ સ્વિકારાઈ ગઈ એટલે પતિ પત્ની બંને ખુસ થતા ઘરે ગયા.

શાંતિલાલ શેઠે અંબામાતા નું મંદિર બાંધવાનો સંકલ્પ ફરી એક્વાર પૂજ્ય બાપુ સમક્ષ દોહરાવ્યો. પરંતુ એ મંદિર બાંધવું ક્યાં? તે પ્રશ્ન હતો. જ્યાં મંદિર છે તેની બાજુમાંજ મંદિર બાંધવા જેટલી જગ્યા ન હતી. વાળી મંદિર અને રસોડું. પાસ પાસે હોવાથી સાંકડું પડતું હતું. મંદિર અને રસોડું અલગ કરવાની જરૂર જણાઈ હતી. આ મથામણ ચાલતી હતી તેજ આરસ માં પૂ. બાપુજી ને પ્રેરણા થઇ કે "આ વિસ્તાર માં અગાઉ બે મંદિર બંધાઈ ગયા છે અને તે નાશ પામ્યા છે. આ ત્રીજું મંદિર છે એટલે આનો પોતેજ નાશ કરીને એને સ્થાને ચોથું મંદિર બાંધવું આવું મંદિર લાંબા ગાળા સુધી રેહશે." આમ રસોડું અને મંદિર અલગ પડવાની જરૂર હતી જ. આ પ્રેરણા થઇ એટલે જુના મંદિર નાં સ્થાને તેના કાટમાળમાંથી "અન્નપુર્ણ ભંડાર" બનાવવાનો વિચાર કર્યો. વસંત પંચમી એ ખાત મુહુર્ત પ્રસંગે હાજર રહેલાઓ ને પત્રિકાઓ છપાવીને જાહેર આમંત્રણ આપ્યું હતું મંદિરો ના ખાત મુહુર્ત ની વિધિ શાંતિલાલના કુટુંબીજનો ના હસ્તે કરવામાં આવી.

મંદિર નું બાંધકામ પૂ. બાપુજી ના માર્ગદર્શન હેઠળ સીધી રીતે ચાલુ થયું. ગુરુપુર્ણીમાં સુધીમાં મોટાભાગ નું મંદિર નું બાંધકામ પૂરું થઇ ગયું. હવે મંદિર માં મૂર્તિ પ્રતિસ્થા કરવાનો પ્રશ્ન ઉભો થયો. શિવલિંગ નું સ્થાન મૂળ હતું તેજ રાખ્યું હતું. તેની ડાબી બાજુએ અંબાજી ની મૂર્તિ ની પ્રતિષ્ટ કરવાની હતી અને જમણી બાજુએ અનુક્રમે ભગવાન રામ-લક્ષ્મણ -જાનકીજી ની, શ્રી રાધા-કૃષ્ણજી ની, અને શ્રી રણછોડજી ની મૂર્તિ પધરાવવાની હતી. રણછોડજી ની મૂર્તિ તેજ રાખવાની હતી. એટલે અંબાજીની, રામ-લક્ષ્મણ -જાનકીજી ની અને શ્રી રાધા-કૃષ્ણજી ની મૂર્તિઓ બનાવવાનો ઓર્ડર આપવાનો હતો. પૂ.બાપુજી ની ઈચ્છા ચાતુર્માસ હરદ્વાર જવાની હતી. એટલે જયપુર થઇ ને જવાનું વિચાર્યું કે જેથી મૂર્તિઓ ના ઓડર આપી શકાય. સમયાનુસાર જયપુરથી મૂર્તિઓ લાવવામાં આવી.

જુના મંદિર ની જગ્યાએ બીજું મંદિર નિર્માણ કરવાનું કેટલાક ભક્તો એ જાણ્યું ત્યારે તેમને લાગ્યું ક બાપુ ની આ ભૂલ છે. પરંતુ નવું મંદિર બંધાયા પછી તેઓજ કેહવા લાગ્યા ક "વાહ, સરસ. આજ જગ્યા મંદિર માટે યોગ્ય છે."

મંદિર માં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સવંત ૨૦૨૬ ને વૈશાખમાં સને ૧૯૭૦ ના મે ની ૯,૧૦,૧૧ તારીખે યજ્ઞ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ યજ્ઞ વખતે વિવિધ પ્રકારના કામો માટે અગાઉ જુદી જુદી સમિતિઓ રચી હતી જેવી કે

  • રસોડા સમિતિ
  • સ્વયંસેવક સમિતિ
  • સફાઈ સમિતિ
  • મહેમાન સ્વાગત સમિતિ
  • શણગાર સમિતિ
  • પાણી લાઈટ વ્યવસ્થા સમિતિ
  • મંડપ રચના સમિતિ

મંદિર વિશે

પ. પુ. નારાયણ બાપુ સંવત ૨૦૧૮ ના માગસર માસ માં બાપુ ભક્તો સાથે સતસંગ કરતા હતા ત્યારે એક ભક્તે કહ્યું. બાપુ બાપુ આપે મંદિર બાંધવાની સંમતી આપી હતી તેનું શું ? બાપુ એ કહ્યું. જે ઝુપડીમાં ભક્તો ભગવાનનો ફોટો મુકિ પૂજા કરતા હતા તે જગ્યા ભક્તો એ ભેગા મળી ને પસંદ કરી મંદિર બાંધવાની વાત ચોમેર પ્રસરી ગઈ ભક્તો દ્વરા યથા શક્તિ દાન અવવા લાગ્યું અને મંદિર નું કાર્ય વધવા માંડયું બીજી બાજુ ભગવાનની મૂર્તિઓ બનાવવાનું જયપુર નક્કી થયું.

મંદિર નું કાર્ય પૂર્ણ થતા મૂર્તિ પ્રતિષ્ઠા નિમિતે સવંત ૨૦૧૮ ના ચૈત્ર સુદ આઠમ નોમ ના રોજ પ્રાણપ્રતિષ્ઠા યજ્ઞ નું આયોજન નક્કી કર્યું. મૂર્તિ પ્રતિષ્ઠા પ.પુ નારાયણ બાપુ નાં જયેષ્ઠ પુત્ર પ.પુ શ્રી વાસુદેવ બાપુ દ્વારા કરવામાં આવી મંદિર માં ગણેશ ભગવાન, અંબેમાતા , શંકર ભગવાન, રામચંદ્ર, સીતાજી, લક્ષ્મણ, રણછોડરાય તથા હનુમાનજી બિરાજમાન છે. હાલમાં આ મંદિર મધ્યે પ.પુ. મહાદેવ બાપુ નાં સાનિધ્યમાં અનેકો યજ્ઞ થયા છે. અને યજ્ઞ ની પરંપરા અદિવસ પણ ચાલ્યા કરે છે. આ મંદિર તથા યજ્ઞનાં દર્શાનય અનેક ભક્તો પધારે છે.

આશ્રમ વિશે

પ.પુ બાપુજી એ તા.૨૩/૦૭/૧૯૭૫ નાં રોજ શ્રી નારાયણ ધામ ટ્રસ્ટની નોધણી વલ્લભભાઈ શાંતિલાલ શાહ અને પ.પુ. નારાયણ જયેષ્ઠ પુત્ર પ.પુ વાસુદેવ બાપુ પાસે કરાવડાવી ત્યાર બાદ બાપુજી એ નારાયણ ધામની સધળી જવાબદારી પ.પુ વાસુદેવબાપુને સોપી વાસુદેવબાપુ એ પ.પુ. નારાયણ બાપુની આજ્ઞા ને અનુસરી આખું જીવન વ્યતિત કર્યું. આશ્રમ નું બાંધકામ અને આશ્રમ નું કાર્ય સકુશળ, સંચાલન થતું જોઈ બાપુજી એ આંખની હોસ્પીટલ માટે વાસુદેવ બાપુ ને કહ્યું. તે આજ્ઞાને માથે લઈ પ.પુ વાસુદેવ તથા અંબાલાલ ચતુરભાઈ ચકસી તથા મહેન્દ્રકુમાર (બચુભાઈ) પુરસોત્તમરાય સુરેશ્વર દેસાઈ (વડોદરા) નાં સહયોગ થી ૧૦ બેડથી હોસ્પીટલ ની શરૂઆત કરેલ જે અત્યારે નારાયણ આઈ હોસ્પીટલ તારીખે અલગ ટ્રસ્ટ નોધયેલ છે. અને એંક ભારતભરમાં ઉમદા કાર્ય માટે કાર્યરત છે.

પ.પુ. વાસુદેવ બાપુ તા.૧૮/૦૭/૨૦૧૩ નાં રોજ સ્વર્ગ ને આધિપત્ય ભોગવ્યુ ત્યા સુધી એમનો પૂર્ણ સહયોગ આશ્રમનાં વિકાસ અર્થે હતો.

વગેરે મુખ્ય સમિતિ માં મુખ્ય જવાબદારી સંભાળે તેવા એક વ્યક્તિ ની પસંદગી કરી હતી. દરેક સભ્યો સમિતિની કામગીરી માટે અઠવાડિયા અગાઉ થીજ તૈયારી કરતા હતા.

એકજ સપ્તાહ પેહલા લાઈટની વ્યવસ્થા શી રીતે કરવી તેની વિચારના ચાલતી હતી. તે વખતે ગુજરાત ઈલેકટ્રીકસિટી બોર્ડ ના એક અગ્રણી એન્જીનીયર સાહેબ પૂ.બાપુજી ના દર્શનાર્થે આવ્યા. આશ્રમ માં તેઓ ને યોજાવનાર યજ્ઞ ની જાન હતી. યજ્ઞ વખતે લાઈટ ની વ્યવસ્થા માટે સુ કરવાનું વિચાર્યું છે? એવું તેમને સામેથી પૂછ્યું. પાસે એક ભક્ત અંબાલાલા ભાઈ ચોક્સી હતા તેમને કહ્યું ક પાંચ ગન્રેતર લાવીએ તો પત્તો પડશે. ૨૦૦ જેટલા બલ્બ લગાડવા પડશે.એન્જીનીયર સાહેબે કહ્યું કે અહી લાઈટ ની લાઈન લાવી દિયે તો? બાપુ કહે પણ અઠવાડિયું જ બાકી છે, અને આવા ટૂંકા ગાળા માં શી રીતે બને? વાળી એમાં તો પૈસા ભરવા પડતા હશે ને? પૈસા નું શું કરીએ? સાહેબે કહ્યું, "બાપુ આપ અજ્ઞા આપો તો એ બધું થઇ જશે." બાપુ એ કહ્યું તો ભલે તમારાથી થઇ શકતું હોય તો કરો. સાહેબ જાતે ગયા.ધીરુભાઈ જૈસ્વાલે રૂ. ૧૦,૦૦૦/- ની ડીપોઝીટ ભરી અરજી કરી દીધી. ચાર દિવસો માં તો તાર ખેંચી લીધા ને ડીપી મુકાઇ ગયું. ૭મિ એ તો લાઈટ નું કનેક્સન આવી ગયું. જાનેકે અગાઉ થી મંદિરમાં બાપુએ વાયર નું ફીટીંગ કરાવેલુજ હતું તાત્કાલિક નારાયણ નિવાસ માં ફીટીંગ કરાવી લીધું અને આશ્રમ ના અન્ય બધાજ વિસ્તાર માં અને રસ્તા પર છુટા વાયર થી લાઈટ ની વ્યવસ્થા કરી લીધી. અઠવાડિયા પેહલા ભક્તો આશ્રમ માં આવેલા ત્યારે ત્યાં લાઈટની કોઈજ વ્યવસ્થા ન હતી. માત્ર એકજ અઠવાડિયા માં લાઈટ ચાલુ થયેલ જોઈ એટલે તેમને આનંદમય આશ્વર્ય થયું. કેટલાક ગામ વાળા તો લાઈટ માટે ૨-૩ વર્ષ થી અરજી કરતા હતા છતાં લાઈટ આવી નહોતી તેવા લોકોને તો વગર અરજી એ લાઈટ આવેલી જોઈએ ઈર્ષા થવા લાગી.

વૈસાખ સુદ ત્રીજ નો દિવસ (અખાત્રીજ) એટલે સમાજ માં લગ્ન નો મોસમ પુર બહાર માં ખીલેલી. ૫૦,૦૦૦ જેટલા માણસો માટે રોજ રસોઈ કરવા માટે કેટલા બધા વાસણો જોઈએ? વાસણ સમિતિ ના સભ્યો મહા મુસીબતે વાસણ એકઠા કરી શક્યા. મંડપ સમિતિ ના સભ્યો મંડપ બાંધવા માટે ૩૦૦ જેટલા આથર એકઠા કાર્ય હતા. આમ બધી સમિતિઓ નું કામ ૮ મી સુધી માં પૂરું થઇ ગયું.

પ્રથમ યજ્ઞ કર્યો હતો તેજ ખેતર માં અનુક્રમે સતચંડી યજ્ઞ માટે ત્રણ વિશાળ ઓટલાઓ બનાવ્યા હતા. ઓટલા ઉપર મંડપ બાંધી પ્રથમ યજ્ઞ તેમજ દરવાજા કળશ ની ગોઠવણ કરી હતી. કુલ ૧૨ યજમાનો નક્કી થયા હતા. ત્રણ ત્રણ હજાર રૂપિયા ના સહયોગ નું નક્કી થયું હતું. પરંતુ એટલા રૂપિયા માં યજ્ઞ નો ખર્ચ કેવીરીતે નીકળે? કુદરતી રીતેજ દર્શનાર્થે આવતા ભક્તો ને પ્રેરણા થઇ અને ભક્તો દ્વારાજ જરૂરી અનાજ માલસામાન વગેરે આવવા લાગ્યા.

છેક આશ્રમ સુધી બસ ની વ્યવસ્થા થઇ ગઈ હતી એટલે ભક્તો ના ટોળેટોળા ઉમટ્યા હતા. પ્રથમ યજ્ઞ ની જેમ આ વખતે પણ ગામે ગામના તંબુ બંધાઈ ગયા હતા. સવાર ના ૯ થી ૧૨ અને સાંજ ના ૨ થી ૫ ધાર્મિક વિધિ ચાલતી અને ૫ વાગ્યા પછી રોજ દાળ, ભાત, શાક અને કંસાર નો પ્રસાદ ભક્તો ને પ્રેમ થી પીરસવામાં આવતો.

આ યજ્ઞ વખતે ભાનપુરવાળા શંકરાચાર્ય શ્રી સત્યમીત્રાનંદજી પધાર્યા હતા. તેમને ભક્તો સમક્ષ સુંદર ઉદબોધન કર્યું હતું.

જીવંત પ્રસારણ

ગુરુપૂર્ણીમાં ૨૦૧૬