બાપુજી વિશે

સખત ધ્યાન અને તપશ્ચર્યા કાર્ય બાદ બાપુજી ને ભગવાનની દૈવી હાજરી અને મહાન શાશ્વત અસ્તિત્વ ની ઝલક ની અનુભૂતિ થઇ. તેમણે સર્વશક્તિમાન શક્તિ નો અનુભવ કર્યો જેને તેમને ગમે તે ઈચ્છા અને સપનું ટૂંકા સમય ગાળા માં પૂરું કરવાની પ્રેરણા આપી. સરુઆત માં પૂજ્ય બાપુજી ને ભગવાન ની મૂર્તિઓ અવતારી સુંદરતા સાથે નું મંદિર બાંધવાનું વિચાર્યું જેમાં સર્વશક્તિમાંન દેવ હોવાનો અનુભવ થાય. ત્યારબાદ ત્યાં મોટો ભવ્ય વિશાળ સભાખંડ બાંધવામાં આવ્યો. બાપુજીએ તેમનો કીમતી સમય ગુફામાં ધ્યાન કરવા માં પસાર કર્યો. દેસ વિદેશ થી આવતા યાત્રાળુઓ અને ભક્તો માટે પણ ત્યાં વ્યવસ્થા કરવામાં આવી.

પરમ પૂજ્ય નારાયણ બાપુએ ગૃહસ્થાશ્રમ નો સ્વધર્મ પૂર્ણ થયો છે એવો ઈશ્વરીય સંકેત થતા મનોમન ગૃહત્યાગ કરવાનો નિર્ણય કર્યો. સવંત ૨૧૬ કારતક સુદ ત્રીજને મંગળવાર ના રોજ તાજપુરા નજીક "વડો ની ઘટા" તરીકે ઓળખાતા જંગલ જેવા વિસ્તાર માં પધાર્યા. અસ્ત કાળક્રમે આશ્રમ ની સ્થાપના થઇ,, મંદિર ની સ્થાપના થઇ, ધર્મશાળા બની અને હજારોની સંખ્યામાં ભક્તો પૂજ્ય બાપુજીના દર્શને આવવા લાગ્યા. સંત, મહાત્મા, યોગી કે ભક્તો ના જીવન માં પ્રકાશ પડવાનું કાર્ય ધણુંજ કઠીન છે. ભલા આવા સંત ના જટિલ જીવન નો પાર કોણ પામી શક્યું છે. વાળી, પૂજ્ય બાપુ તો સંત, મહાત્મા, ભક્ત કર્મયોગી તેમજ પરમજ્ઞાની! તેઓ ના અલૌકિક કર્યો નું આલેખન કરવા કોણ સમર્થ છે?

જીવંત પ્રસારણ

ગુરુપૂર્ણીમાં ૨૦૧૬