નારાયણધામ માં દર સોમવાર અને દર પૂનમ અનેક ભક્તો પૂજ્ય શ્રી ના દર્શને આવે છે. આવતા ભક્તો ને સમયસર ચા, નાસ્તો ને ભોજન ની પ્રસાદી આપવામાં આવે છે.
"ભૂખે કો ભોજન, પ્યાસે કો પાણી"
આ મુખ્ય હેતુ પૂજ્ય શ્રી નો હોવાથી નારાયણધામ માં રોજેરોજ ની ભોજન ની પ્રસાદી રાખેલ છે. આમ છતાં રોજે ગરીબ, નાના છોકરાઓ ને ભોજન અને એમને અભ્યાસ કરવા માટેની મદદ કરવા માં આવે છે. નારાયણધામ માં મંદિર બાપુજી ની મૂર્તિ અને બાપુજી ની સમાધિ આવેલી છે. આ સમાધિ એ દરેક વર્ણ ના લોકો આવી સમાધીએ માનેલી પરિક્રમા પૂરી કરી દુખો નું નિવારણ કરે છે. અને સર્વ ના કષ્ટ દૂર થાય છે.
નારાયણધામ ટ્રસ્ટ નું સંચાલન પૂજ્ય મહાદેવાબાપુ ના નિરીક્ષણ માં ચાલી રહ્યું છે. પૂજ્ય મહાદેવા બાપુએ પરમ પૂજ્ય નારાયણ બાપુની સેવા માંજ પોતાનું જીવન સમર્પિત કર્યું. તેઓ છેલા ૩૯ વર્ષ થી નારાયણ બાપુની સેવા કરી અને હાલ નારાયણધામ ના મહંત તરીકે સેવા આપી રહેલ છે.
પૂજ્ય નારાયણ બાપુ એક વખત તેમના ભરૂચ સ્થિત આશ્રમ માં જવાના હતા ત્યારે બાપુએ કહ્યું કે જો મહાદેવ આ આશ્રમ તને સોપું છું. તારે આ આશ્રમ ની સંભાળ લેવાની છે. હું ભરૂચ આશ્રમ માં જાઉં છું. તે શબ્દ શીરો માન્ય કરી લઇ પૂજ્ય મહાદેવ બાપુ નારાયણ ધામ ના વિકાસ માટે મેહનત કરવા લાગ્યા. પૂજ્ય નારાયણ બાપુ ભરૂચ સ્થિત આશ્રમ માં હતા ને મહાદેવ બાપુએ નારાયણ ધામ ની જવાબદારી ઉઠાવી લીધી.
દર મહીને ભરૂચ જઈને મહાદેવ બાપુ પૂજ્ય નારાયણ બાપુને આશ્રમ ના કામકાજ વિષે જણાવતા ત્યારે પુજ્ય નારાયણ બાપુ કેહતા કે તું મને કામકાજ નું કેહવા સુ કામ આવે છે. તું જે કરે છે એ હું જોતો જ હોઉં છું. અને એ ધણુંજ સરસ કામ ચાલ્યા કરે છે, તું આશ્રમ ના વિકાસ માટે જેટલું વિચારી રહ્યો છે તે બધું સારું છે અને મને ખબર પણ છે.
આમ આશ્રમ ને સાંભળવામાં ૭ વર્ષ નીકળી ગયા ત્યારે પૂજ્ય મહાદેવ બાપુ ભરૂચ ગયા અને કહ્યું કે ભગવાન આપ તો અંતર્યામી છો, સર્વવ્યાપી છો પણ મારી અરજ સાંભળો અને નારાયણ ધામ પાછા પધારો. મહાદેવ બાપુ ની અરજ સાંભળી પૂજ્ય નારાયણ બાપુ પાછા પધાર્યા અને આવતાજ પૂજ્ય નારાયણ બાપુએ મહાદેવ બાપુને પોતાની જગ્યા સોપીને કહ્યું આજે બધાજ આશ્રમ માં આવતા ભક્તો મને નહિ મહાદેવને તિલક કરી હાર પહેરવો કેમ કે આજથી મારો વારસો અને નારાયણ ધામ ની બધીજ જવાબદારી હું મહાદેવને સોપું છું.
આ આશ્રમ ને જેટલી મારી જરૂર છે તેટલીજ મહાદેવ ની પણ જરૂર છે. આમ કહી મહાદેવ બાપુને નારાયણ બાપુ એ ગાદી સોપી પણ તેમ છતાય મહાદેવ બાપુ પૂજ્ય શ્રી ને એકાંત માં મળ્યા અને કહ્યું ભગવાન હું આપનો સેવક છું મને આપની સેવામાંજ રેહવા દો. આટલું સાંભળતાજ પૂજ્ય શ્રી ની આંખમાં આંશુ આવી ગયા ને પૂજ્ય નારાયણ બાપુ મહાદેવ બાપુને ભેટી પડ્યા.
પૂ. નારાયણ બાપુ એ મહાદેવ બાપુને કહ્યું મહાદેવ મારે તને એક વાત કેહવી છે. આ આશ્રમ નું બધુજ સંચાલન તું કરે છે. માટે ભવિષ્યમાં પણ આ આશ્રમ ની જવાબદારી તું સારી રીતે નિભાવીશ માટે મેં તને મારી જગ્યા એ બેસાડ્યો છે. જેમ હું બધાજ ધર્મ ના લોકો ની સેવા કરું છું તેમ તારે પણ કરવાની છે.આ સાંભળી મહાદેવ બાપુએ આશ્રમ માં પોતાનું જીવન સમર્પિત કરી દીધું.
પૂજ્ય નારાયણ બાપુ ખરેખર સંત સિરોમણી હતા, કોઈ વિર્લાજ તેઓ ને પૂર્ણ સ્વરૂપે પામી શક્યા હશે. પૂજ્ય નારાયણ બાપુનો કાર્યકાળ પૂરો થવા આવ્યો છે. એમ જાણતા પૂજ્ય મહાદેવ બાપુ ને બોલાવીને કહ્યું જો મહાદેવ આશ્રમ ની બધી જવાબદારી તને સોપું છું, આજથી તારી જવાબદારી છે.
આ વાતને થોડા દિવસ વીત્યાને તા. ૧૭-૧૧-૨૦૦૭ ને સવંત ૨૦૬૪ ને કારતક સુદ ૭ ના રોજ સવારે ૯:૨૦ કલાકે ભ્રહ્માલીન થયા પરંતુ ખરેખર તો આજેપણ તેઓ ભક્તો ના હૃદય માં પોતાના "વ્હાલા બાપુ" સ્વરૂપે બિરાજમાન છે અને એમની છબી પૂજ્ય મહાદેવ બાપુ માં બધા જુવે છે.
મહાદેવ બાપુએ ત્યારબાદ નારાયણ બાપુની જગ્યા ખુબ સરી રીતે સાચવી રાખી છે અને નારાયણધામ માં ગરીબ છોકરાઓ ને અભ્યાસ માટે અને એમને ભોજન કરાવવાનું આવી ઘણી સેવા અવિરત પને ચાલુ રાખી છે તથા ધાર્મિક પ્રસંગોએ ભજન સત્સંસંગ અને યજ્ઞ ના કર્યો નું આયોજન કરવામાં આવે છે.
ગુરુપૂર્ણીમાં ૨૦૧૬